કુદરતનું અદભુત સર્જન
કુદરતનું અદભુત સર્જન
કુદરતનું અદભુત સર્જન છે પતંગિયું.
દિવસ બનાવે રંગીન આ પતંગિયું.
જાણે રંગોની પૂરી સૃષ્ટિનું
માલિક આ પતંગિયું.
પોતાની સુંદરતા પર ના કોઈ
અભિમાન કરતું આ પતંગિયું.
મોજ મજાક મસ્તી પોતાની ધૂનમાં
મસ્ત થઈ જીવતું આ પતંગિયું.
ના કાલની ફિકર ના કાલની ચિંતા
બસ ઈશ્વરે આપેલ જીવનથી
સંતુષ્ટ રહેતું આ પતંગિયું.
પૂરી દુનિયાની સ્ફુર્તિનું માલિક આ પતંગિયું.
મન ભાવન મન પ્રફુલ્લિત કરે આ પતંગિયું.
પોતાની મરજીનું માલિક આ પતંગિયું.
કોશેટોમાંથી પતંગિયું બનતું,
મહેનતથી બધું શક્ય છે
એ સાબિત કરતું આ પતંગિયું.
અહી તહી કુદા કુદ કરતું પતંગિયું.
બાગની શાન વધારતું આ પતંગિયું.
મારા માટે કુદરતનું અદભુત સર્જન છે પતંગિયું.
