STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

કુદરતનો નજારો

કુદરતનો નજારો

1 min
515

હે, કુદરત તારો નજારો,

મારા મનને લલચાવે,

એને જોઈ એ નાચે-કૂદે,

આંખોને ઠંડક અપાવે.

હે, કુદરત...


તારાં સુંદર ફૂલ ખીલે,

ખીલીને કેવાં એ ઝૂલે,

ઝૂલે એ પવન-હિંડોળે,

એતો પ્રેમની સુગંધ ફેલાવે...


કોઈની નજર ત્યાં પડે,

એને મીઠો નશો ચડે,

સૃષ્ટિ જોવાને આંખ લડે,

તું મનડાને કેવું નચાવે...

દૂર જવાનાં ન ઉપડે કદમ,

તું એવાં તો લાડ લડાવે.

હે, કુદરત...


સુંદર પંખી ઊડે આભે,

આભમાં આનંદથી ડોલે,

ડોલીને ધરતી પર આવે,

મળીને મીઠું સંગીત સંભળાવે...


કેવું વહેતું આ પાણી,

દુઃખને લઈ જતું તાણી,

મનડું કરતું ઉજાણી,

આંખોને કેવા ખેલ કરાવે...

અમૂલ્ય તારો ખજાનો છે,

એને પામવા મન તડપાવે.

હે, કુદરત...


વૃક્ષો પવનથી ઝૂલે,

ઝૂલીને ચડે હિલ્લોળે,

હિલ્લોળે દુનિયા પણ ડોલે,

એતો મસ્તીમાં ચૂર બનાવે...


સવાર સુગંધને ઝીલે,

સંધ્યાના રંગો ત્યાં ખીલે,

સૂર છેડ્યા કોઈ રંગીલે,

એતો સ્વપ્નના જગમાં રચાવે...

તને જોઈને મન કરે નમન,

હાથોને સલામ ભરાવે.

હે, કુદરત...


પશુઓ લીલું ઘાસ ચરે,

ચરીને દુવાઓ કરે,

કરે એ નિરાળા કંઠે,

તારી દુનિયા તડપ જગાવે...


તું વસે છે ચારેકોર,

તારો ક્યાંય ન ઓરછોર,

કદી' બનીશ ન કઠોર,

તારી લીલાનો પાર ન આવે...

આંખો કદીયે થાકે નહિ,

બધું જોવાને તલ્લીન બનાવે.

હે, કુદરત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance