STORYMIRROR

Krishna Mahida

Romance

3  

Krishna Mahida

Romance

કુદરતની કરામત

કુદરતની કરામત

1 min
150

તને રૂબરૂ મળ્યાં ના કોઈ પૂરાવા નથી પાસે,

અનુમતિ ફકત મને, તને જોવાની હતી,


તને જોઈને હરખાઈ કંઈ એવી રીતે ગયા,

ને લાગણી બધી પોક મૂકીને રોવાની હતી,


સમીપે તારી એટલે જ ના આવી શકયા,

બીક કંઈક તો હૃદયમાં તને ખોવાની હતી, 


ચાહ્યું હોત દૂધમાં સાકર જેમ ભળી જાત,

ટેવ તો વલોવાયેલા માખણને ખાવાની હતી,


સત્ય શીશ ઝૂકી ગયું કુદરતની કરામત જોઈ, 

બાકી હતી પ્રેમની રમત જિંદગી રમવાની હતી,


અમસ્તો અધૂરો નથી રહ્યો પ્રેમ રાધા કૃષ્ણનો, 

આશ "પ્રતીતિ"ની યુગે યુગે અમર થવાની હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance