STORYMIRROR

Kalpesh Vyas

Drama Inspirational

3  

Kalpesh Vyas

Drama Inspirational

કુદરતની કરામત

કુદરતની કરામત

1 min
222

કુદરતની કરામત છે કેવી !

અચરજ તો ઘણાને થાય છે.

સજીવો અમૂક અતિસૂક્ષ્મ તો,

સજીવો ઘણાં મહાકાય છે.


પહેલા છોડ આવ્યો કે આવ્યું બી ? 

પહેલા ઈંડું આવ્યું કે મરઘી ?

જવાબ કોઈ આપે કે ના આપે,

આમા તો બધાની હોય મરજી.

વિવાદાસ્પદ આ બધી વાતોનો,

જવાબ પાક્કો ક્યાં અપાય છે ?


કદ ભલે હોય નાનું કે મોટું,

મગજ દરેક જીવોને આપે છે.

રક્ષણ અને ભક્ષણની શક્તિ પણ,

કુદરત જ બધાને આપે છે.

ઉત્તેજનાની પ્રતિક્રિયા પણ,

ભેટ કુદરતની જ કહેવાય છે.


કુદરત આપે છે સહુંને ઘણું,

પણ સમજો એની શું માંગ છે ?

સાવચેત થઈ જજો કારણકે,

એના હાથોમાં પણ ડાંગ છે.

જેવું કર્મ હોય મળે ફળ એવું, 

બધું અહીં ને અહીં અપાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama