Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Tragedy

4.0  

અજય પરમાર

Tragedy

કુદરત ના રૂઠ

કુદરત ના રૂઠ

1 min
220

બહુ રૂઠી કુદરત તું હવે

આ ખેડૂતથી ના રૂઠ ને ! 

ઢળી પડ્યો છે પાક

આંખોની સામે એની ! 

વધેલા ખાતરોના ભાવ, 

ને ઓછી જમીન ! 

બહુ રૂઠી કુદરત તું હવે

આ ખેડૂતથી ના રૂઠ ને ! 

એક તો આ કોરોના ને 

એમાં પણ વેર્યો વિનાશ આ વાવાઝોડાએ ! 

બહુ રૂઠી કુદરત તું હવે

આ ખેડૂતથી ના રૂઠ ને ! 

હતા ચાર વૃક્ષો શેઢા પર

એ પણ થયા ધરાશયી ! 

બહુ રૂઠી કુદરત તું હવે

આ ખેડૂતથી ના રૂઠ ને !

સહાય મળશે સરકારની

પણ જરૂર છે તારા સહાયની ! 

બહુ રૂઠી કુદરત તું હવે

આ ખેડૂતથી ના રૂઠ ને ! 

ખરી, ટૂટી, ભાંગી પડ્યું છે એ હૃદય, 

બસ બસ થયું કુદરત હવે

આ ખેડૂતથી તું ના રૂઠ ને....!

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy