STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

કુદરત કેમ રૂઠી

કુદરત કેમ રૂઠી

1 min
169

સુંદર અદભૂત અખૂટ સમૃદ્ધિનો આપ્યો તે ખજાનો,

સ્વર્ગથી સુંદર છે એનો નજારો,

આંખને મનને ઠંડક આપે એવો ફૂલો ભર્યો બાગ આપ્યો મજાનો,

આ શાંત સરોવરમાં તરતો હંસલો મજાનો,

મન મોહી લે એવો સુંદર નજારો,

કલરવ કરતા પંખીઓ મજાનાં,

વૃક્ષે બાંધે માળો મજાના,


કેવા અદભૂત સુંદર તારા ખજાનો

ધરતીના ખોળે અઢળક સુંદરતા,

પહાડમાં કેવી છે અડગતા,

ઝરણું, સાગર, નદી, સંગીત આપે કેવી સુંદર સગવડતા

પણ બુદ્ધિજીવી એ રચ્યા બુદ્ધિના ખેલ,

અમે જ કઈક છીએ એવા અહમમાં થયા ગાફેલ,

સર્વોપરી બનવા લગાવી હોડ,

કુદરત પર અંકુશ મેળવવા મૂકી આંધળી દોટ,


માનવતાની હદ પાર કરી,

ભૂલો એને હદ બહાર કરી

કુદરતની આ કેવી લીલા !

મોઢા બધાનાં સીવી લીધા,

માનવીના પગ થયા ઢીલા,

બુદ્ધિજીવીની બુદ્ધિના કુદરતે કર્યા લિરા લિરા,


પાપડી સાથે ઈયળ બફાણી,

કુદરતની લીલા કોઈએ ના જાણી,

આ વાત ક્યાં છે કોઈથી અજાણી,

હવે માનવી એ પોતાની ભૂલને પિછાણી,

ઈશ્વરને જ સૌથી શ્રેષ્ઠ જાણી,

સુધારી પોતાની વર્તન વાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract