કરૂણાનિધિની કસોટી
કરૂણાનિધિની કસોટી
ડગલે ને પગલે સામે આવીને ઉભી રહી,
જુઓ જિંદગી મારી કસોટી કરી ગઈ.
માણસાઈની પરખ કરવા માણસમાં ડૂબ્યો,
તો કિનારે આવી મારી નવ ડૂબી ગઈ.
સંબંધોની પરખ કરવા અનુભવની શાળામાં ગયો,
ઉત્તર આપવામાં જ જિંદગી વેડફાઈ ગઈ.
ટાંચણાં ને હાથોડીના સહારી મૂરત તો બન્યો,
કોઈના બનવામાં જિંદગી ખર્ચાઈ ગઈ.
વનવાસની કસોટીમાં પાર ઉતર્યા પછી પણ,
વચન પૂર્ણ કરવામાં વૈદેહિ ફરી વનમાં ગઈ.
જગ આખું ભલે એને પથ્થર કહી વગોવે,
રામના સ્પર્શમાત્રથી અહલ્યા ફરી સજીવન થઈ.
રુક્મિણી ભલે પ્રેમની વર્ષા અવિરત કરે,
કરુણાનિધિની કસોટીમાં રાધા અમર થઈ ગઈ.
