STORYMIRROR

Bindya Jani

Drama

4  

Bindya Jani

Drama

કૃષ્ણ જન્મ

કૃષ્ણ જન્મ

1 min
237

અંધારી આઠમની રાત ને

આવે મુશળધાર વરસાદ

અવતર્યા દેવકીનંદન,

આપ્યું ચતુર્ભુજ દર્શન ને 

ધન્ય થયા માતાપિતા આજ,


નિંદ્રાધીન થયા દ્વારપાળ ને

બેડીના બંધને મુક્ત થયા તાત

ફટાફટ જેલના ખુલ્યા દ્વાર 

ગોકુળ ચાલ્યા નંદબાબાને દ્વાર,


છાબડીમાં શોભે દેવકીનંદન 

યમુના જળે ચાલ્યા વાસુદેવ,

ચરણ સ્પર્શ કર્યા યમુનાજી એ

 યમુનાના જળે આપી વાટ,


શેષનાગે આપી છત્રછાય 

વાસુદેવ પહોંચ્યા નંદદ્વાર,

રાખ્યા નાના એવા બાળને 

જોગમાયાને લઈ આવ્યા સાથ,


ફટાફટ બંધ થયા જેલ દ્વાર

વિષ્ણુ ભગવાને કરી આ કમાલ 

ઊંવાં ઊંવાં જોગમાયા રોયા ને 

આ તો આવ્યો છે કંસનો કાળ,


ખબર આપવા દોડ્યા દ્વારપાળ 

કંસ આવ્યો હણવા તેનો કાળ 

જોગમાયાને ખેંચી લીધા ને

મારવા ઉપાડ્યો જ્યાં હાથ, 


જોગમાયાએ સર્જ્યો ચમત્કાર 

સાક્ષાત્ સ્વરૂપે પ્રગટ થયા માત

ગોકુળમાં પહોંચી ગયો છે તારો કાળ

આકાશવાણી આપી થયા અંતરધ્યાન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama