STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

કર્મના ફળ

કર્મના ફળ

1 min
163

કરે જેવા કર્મ મળે ફળ એવા

બોરડી વાવી આંગણ ન મળે મેવા

કર્મના ફળ મળે છે સૌને સરખા...


પીડા આપે જે બીજાને અંગ

ખુદ પીડા પામે અંગે અંગ

કર્મના ફળ મળે છે સૌને સરખા...


વિજય ટકે નહીં જૂઠ તણાં

સત્ય થકી જ જીવન ઉજળાં

કર્મના ફળ મળે છે સૌને સરખા...


ભવભવના ટળે નહીં ફેરા

જેના મનમાં હોય કપટ ઝાઝાં

કર્મના ફળ મળે છે સૌને સરખા...


રાત દિન સદા નહીં સરખા

કર્મના તાંતણે સૌ બંધાયા

કર્મના ફળ મળે છે સૌને સરખા...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy