કર્મ થકી જ સૌનું નસીબ ઘડાય
કર્મ થકી જ સૌનું નસીબ ઘડાય
મન, કર્મ ને વચનથી જેણે દુઃખિયાની કરી સહાય,
એ જ સફળ જીવન જીવ્યા ગણાય,
તું સારું કરે તો સારું થાય, તું ખરાબ કરે તો તારું ખરાબ થાય,
તારું સારું ને ખરાબ બધું ઈશ્વરના ચોપડે નોંધાય,
કર્યા કર્મનું ફળ ચોક્કસ મળશે એ હકીકત છે,
તારા જ કર્મો થકી તારું નસીબ ઘડાય,
ભલેને ઈશ્વર સ્મરણ કરો, પણ મન હશે મેલું તો સઘળું વ્યર્થ છે,
સાચા મનથી કરેલી ભક્તિ જ સાચી ગણાય,
વાવો બાવળ તો કાંટા મળશે,
જો વાવો આંબો તો જ કેરી વીણાય,
જેમ ગાય શોધી લે વાછરડાને,
એમ જ કર્મ દ્વારા કર્મકર્તા શોધાય,
સાફ દિલથી જો થાય ઈશ્વરની ભક્તિ,
તો જ માત્ર ઈશ્વરને પામી શકાય,
તારું કરેલું તારે જ ભોગવવાનું,
કર્મની ક્યાંય અદલા બદલી ન કરી શકાય.
