કરામત છે શબ્દોની
કરામત છે શબ્દોની
કરામત છે શબ્દોની અને રંગોની,
બનાવે છે તે દિવાળીમાં રંગોળી,
કરામત છે વ્યાકરણ અને છંદોની,
બનાવે છે તે કવિતા અનોખી,
કરામત છે મારી ગઝલમાં કલ્પનાની,
બનાવે છે તે મારી નવી નવી કહાની,
કરામત છે વાદળ અને વરસાદની,
વધારે છે તે ધરતીની હરિયાળી,
કરામત છે માણસ અને ટેકનોલોજીની
વધારે છે દુનિયાની સવલત અને કહાની.
