કોરોનાએ માર્યા માર
કોરોનાએ માર્યા માર
કોરાના તે કેટલાયના ફોટા પર ચઢાવી દીધા હાર
આજે માણસ જાત પર તે માર્યા છે કારમા માર,
લોકાના મોઢા પર તે માસ્કનાં બાંધી દીધા ગૈણા
અમીર કે ગરીબ સૌને તારા વસમા લાગ્યા વાર,
લોકો આજે તારા કહેરથી ડરી ડરીને મરી રહ્યા છે
તારા કહેર સામે ડૉક્ટર ને વૈજ્ઞાનિકો થયા લાચાર,
કોઈનાં માતા, પિતા, કોઈનાં પુત્ર, પુત્રીનો લીધો ભોગ
નિર્દોષ બાળકોનો ભલા માણસ તે ના કર્યો વિચાર,
તારા કહેરથી સૂના પડ્યા મંદિર, મસ્જિદને શાળા
લોકોને તે તો રસ્તે રઝળાવીને કર્યા આજ બેકાર,
રસ્તા બન્યા સૂમસામ ને સૂના, સૂની લાગે છે બજાર
કોરોના તારા કહેરથી સૌ લોકોનાં મન થયાં ભેંકાર.
