કોરો કાગળ
કોરો કાગળ
બનવા માગું છું હું કોરો કાગળ,
સૌના ઉપયોગમાં આવી શકું,
કવિ બનીને મારી કલ્પનાને,
કાગળમાં હું કલમથી લખી શકું,
મારી પ્રિયતમાનો પ્રેમપત્ર બની હું,
તેના પ્રેમને દિલથી પામી શકું,
મારા અશ્રુઓની શાહી બનાવીને,
કાગળમાં હું કલમથી લખી શકું,
પ્રિયતમાનાં રૂપને નિરખીને હું,
શબ્દોના અલંકારથી સજાવી શકું,
પ્રિયતમાનાં રૂપનું વર્ણન કરવા,
કાગળમાં હું કલમથી લખી શકું,
લખેલા કાગળમાં મારૂં દિલ ધડકે છે,
પ્રિયતમાનાં દિલનો તાલ મેળવી શકું,
તેના મિલન માટે સંદેશો મોકલવા,
કાગળમાં હું કલમથી લખી શકું,
કાગળ- કલમનો નાતો છે ન્યારો,
જેવો નાતો છે પ્રિયતમા-પ્રિયતમનો,
પ્રેમના અનુભવેલ મહિમાને "મુરલી",
કાગળમાં હું કલમથી લખી શકું.

