કોણ હશે ?
કોણ હશે ?
વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરી સાથે લાવ્યો,
થોડો થોડો હું ગભરાયો,હું ગભરાયો.
આકાશે થી તેજ પ્રકાશ્યું, કોઈ મુરત હો તેવું લાગ્યું ,
સોનપરી સી કોઈ આકૃતિ, સરકી મારી તરફ ધીમે .
કોણ હશે આ, મન મુંજાયું,
સ્પર્શ અનેરો, સ્મિત રેલાયું,
નિરાશાને લઇ ખંખેરી, આગળ વધ તું હિમ્મતથી,
હતાશ થઇને ભાંગી પડ્યો તું, પ્રયત્ન વિના હારી ગયો તું?
પાંખો ફેલાવી હાથ ઝાલ્યો, નિરાશાનો બોજ પણ તૂટ્યો,
વાદળ કાળા ડાંગ વિખરાયા, સોનેરી આશા એ લાવ્યા.
વાદળ વચ્ચે અલોપ થઇ ગઈ, કોણ હતી એ સપનાની રાણી?