કોણ ભીંજવે ભીતર
કોણ ભીંજવે ભીતર

1 min

140
કોણ ભીંજવે ભીતર,
ગગન ગાજતું અંદર,
ટપટપ છાંટે ગાતું હૈયું આજ મધૂરાં ગાન,
છોડ અટખેલી પવન આતો કેવાં રે તોફાન,
કોણ રમાડતું છાનું,
છમછમ નાચે પ્યારું,
મોર બનીને દે મનડાં મોસમનો ટહૂકાર
સાત રંગોથી કોણ રમે મેઘધનુષ ટંકાર?
અષાઢના આ સગડ,
નક્કી વ્હાલના વાવડ,
દૂરદૂર ભાળું વરસતો દોડીને વરસાદ,
થઈ ધન્ય જગત ઝીલતું કુદરતી પ્રસાદ,
સૂણ લીલુડા રે સાદ,
મનગમતી એ યાદ,
છૂટે સોડમ ધરાની ને છમછમ સરવર,
ઝીલું હથેલીએ ચોમાસું ને ભીતર ફરફર,
કોણ ભીંજતું ભીતર…કોણ ભીજતું ભીતર.