STORYMIRROR

Rayde Bapodara

Fantasy

4  

Rayde Bapodara

Fantasy

કોને ખબર છે

કોને ખબર છે

1 min
264

ક્યાં તને ખબર છે અને ક્યાં મને ખબર છે,

ઓચિંતા આવી ચડ્યાં અહીં કોને ખબર છે,


કર્મ તારા ને મારા સરખાં હશે કદાચ

ખબર નથી મને કે તને પ્રભુને ખબર છે,


હશે ઋણાનુબંધ આપણા પરભવના

એથી જ મળ્યા અહીં બીજી શી ખબર છે,


કિસ્મતની મળ્યા છે જીવીશું મોજથી અહીં,

સુખ મળશે કે મળશે દુઃખ કોને ખબર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy