Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Abstract

3  

Neha

Abstract

કોઈક વાર, એવું થાય છે

કોઈક વાર, એવું થાય છે

1 min
47


કોઈક વાર, એવું થાય છે !

એક પળ જીવવામાં, જીવન આખું નીકળી જાય છે,

ને, મનગમતું કરવામાં, બીજાનાં દિલ દુભાય છે !


કોઈક વાર, એવું થાય છે !

સમયની સાથે દોડવામાં, વરસો બાજી જીતી જાય છે !

ને, રેત મુઠ્ઠી ભરવામાં, દરિયો સરી જાય છે !


કોઈક વાર, એવું થાય છે !

પૈસા ખુબ કમાવામાં, દિલ ખાલી થઈ જાય છે,

ને, જિંદગી પૂરી કરવામાં, શોખ અધૂરા રહી જાય છે !


કોઈક વાર, એવું થાય છે !

સપનાંઓ મીઠાં જોવામાં, રાત આખી વીતી જાય છે,

ને, હકીકત સાથે બાથ ભીડવામાં, નીંદર પણ રાતે રિસાય છે !


કોઈક વાર, એવું થાય છે !

પ્રેમથી સાથ નિભાવવામાં, ઘણીયે તકરાર થાય છે,

ને,સાથ નિભાવતાં નિભાવતાં,'ચાહત' ભૂલી જવાય છે !


કોઈક વાર, એવું થાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract