STORYMIRROR

nidhi nihan

Tragedy Others

3  

nidhi nihan

Tragedy Others

કોઈ ને કોઈ રાગમાં

કોઈ ને કોઈ રાગમાં

1 min
164

બદલાઈ ગયો નિર્ણય ઘડીના છઠ્ઠા ભાગમાં,

માઝા મૂકી દરિયાએ પણ સુનામી શ્વાગમાં,


કોતરણી સમી સુંદર અમુક ક્ષણોનો ભારો,

સંઘરી રાખ્યો હજુય હૈયે સજાવ્યા બાગમાં,


અર્ચા લલાટે ધરી ક્યારેક એના નામની પછી,

વહ્યો સમય પણ ના વિખવા દીધો કોઈ તાગમાં,


ઓવરણા લીધા એ પથ એ પાટ ના અનેકવાર,

જ્યાં કૂદ્યા હતા પ્રથમ નજરોએ પ્રેમ આગમાં,


વિખુટા પડી ગયા ડગ હતાં જે ક્યારેક સંગાથમાં,

સાંજ પડતાં રણકે આજેય કોઈને કોઈ રાગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy