કંઈક તો ખૂટે છે
કંઈક તો ખૂટે છે

1 min

11.9K
મારી સાથે જ છે ને અહીં જ છે તું,
પ્રેમ પણ ખૂબ છે ને રજામંદ પણ છે તું,
લાગણીમાં કમી નથી, છતાં વ્યક્ત થવામાં કંઈક તો ખૂટે છે, એવું મને લાગે છે.
સમય પણ છે ને તક પણ ભરપૂર છે,
હૃદયનો સાથ પણ છે ને, આતુર પણ છે તું,
છતાં પ્રયત્નોમાં તારા, કંઈક તો ખૂટે છે એવું મને લાગે છે.
રંગ પણ તું છે ને નૂર પણ તું જ છે
ઈચ્છા નથી એ વાત, ખોટી છે, જાણે છે તું,
'નિપુર્ણ' ના મતે, એક હકારમાં, કંઈક તો ખૂટે છે એવું મને લાગે છે.