કંઈક તો અનોખું
કંઈક તો અનોખું
કંઈક તો છે અનોખું દુનિયામાં કંઈક તો છે અનોખું
મળીને ભૂલાડે એવું કંઈક તો છે અનોખું,
દુઃખોને ભૂલાવીને સુખને શોધી કાઢશે
રણમાં પણ રેલવશે નીર કંઈક તો છે અનોખું,
ક્રોધને ભૂલાવીને આનંદને શોધી કાઢશે
કાદવમાં પણ ઉગાડશે કમળ કંઈક તો છે અનોખું,
માયાને મચોડીને મહાનતાને શોધી કાઢશે
આળસને ઉડાડી મહેનતને માણતું કંઈક તો છે અનોખું,
જીવનની શરૂઆત છે તો જીવનનો અંત
ક્યાંક મળશે અર્થ આનો ને ક્યાંક મળશે ઉમંગ.
