કંઈ નથી
કંઈ નથી
ભાગવું હોય તો ભાગ પણ આગળ કંઈ નથી,
છે અનંત ધરાને આભ બીજું કાંઈ નથી,
આ જિંદગી છે ખ્વાબ બીજું કંઈ નથી,
તો લે જીવનનો લાભ બીજું કંઈ નથી,
જો પડી છે કિતાબ બીજું કંઈ નથી !
કરશે કોઈ હિસાબ બીજું કંઈ નથી,
લે, માનવતાનો ખિતાબ બીજુ કંઈ નથી,
ના બની બેસ નવાબ બીજું કંઈ નથી,
સંભાળ ખુદનો રુઆબ બીજું કંઈ નથી,
નહીંતો લઈ જશે સૈલાબ બીજું કંઈ નથી,
લે અંધારું બેહિસાબ બીજું કંઈ નથી,
પછી શું કહેશે હે જનાબ ? બીજું કંઈ નથી,
તેથી, ભાગવું હોય તો ભાગ આગળ કંઈ નથી,
છે અનંત ધરાને આ આભ બીજું કંઈ નથી,
ક્ષિતિજ મળશે તે ખ્વાબ બીજું કંઈ નથી,
કોઈ પૂછે તો મળે ને જવાબ કે બીજું કંઈ નથી.
