કંચન જેવું મોંઘુ મૂલ્ય છે તારુ
કંચન જેવું મોંઘુ મૂલ્ય છે તારુ
દરેક પરિસ્થિતિમાં હસતી રહેજે તું,
ઝરણાંની જેમ મધુર ઝણકાર કરતી રહેજે તું,
કથીર સમજે ભલે ને દુનિયા,
કંચન જેવું તારું મૂલ્ય પ્રસ્થાપિત કરતી રહેજે તું,
ભલે સમજે આ દુનિયા તને કાચ,
પણ હીરો બની ઝળહળતી રહેજે તું,
ભલે ને આવે અમાસની અંધારી રાત્રિ,
પણ ચાંદ બની ચમકતી રહેજે તું,
વેદના પીડાઓને આમ વહેતી મૂકી દેજે,
તારી વાતોને આમ ગઝલમાં લખતી રહેજે તું,
પરિશ્રમ એજ પારસમણિ છે,
મહેનતના મીઠા ફળ ચાખતી રહેજે તું,
સુખ દુઃખ તો આવ્યાં કરે જીવનમાં,
ફૂલ સાથે કંટક છે એ ગાંઠ મનમાં વાળતી રહેજે તું,
સમસ્યાઓ તો ચાવી છે સફળતાની,
બસ સમસ્યાઓને મનની ચાળણીથી ચાળતી રહેજે તું.
