કમોસમી મેઘ
કમોસમી મેઘ
મિલન અધૂરું રહ્યું હશે,
એ વાદળોનું પર્વતની વનરાઈ સાથે,
એ મેઘનું ધીકતી ધરા સાથે
વિરહ લાગ્યો હશે,
એ મેહુલાને ધરતીની સુગંધ સાથે,
એ એની હૂંફાળી આગોશ સાથે,
બાકી એ તો આવતા નથી
ને મેઘ કેમ એમ જ આવ્યો હશે,
મન કેમ એમનું નહિ થતું હોય
અજેયને મળવા માટે ?