કલ્પનામાં વિહરવું
કલ્પનામાં વિહરવું
કલ્પનામાં વિહરવું સૌને ખૂબ ગમે છે,
કલ્પના હકીકત બને એમ સૌ ઈચ્છે છે,
ક્યારેક કલ્પનામાં જ અન્યને સંભળાવી શકાય છે,
કલ્પનાથી હકીકતમાં આવે ત્યારે જ સાચી ભાન થાય છે,
કલ્પનામાં માણસ કેટકેટલું બધું કરવા વિચારી લે છે,
હકીકતમાં વિચાર્યા કરતા મહદઅંશે જ કાર્ય પૂર્ણ થાય છે,
કલ્પનામાં જ માણસ ક્યારેક અગણિત ખુશીઓનો અનુભવ કરી લે છે,
બાકી હકીકતમાં તો માણસ ભીતરથી અત્યંત દુઃખી જ છે.
