કલ્પના કલ્યાણ કરતી
કલ્પના કલ્યાણ કરતી
કલ્પના કલ્યાણ કરતી, સેવજે મનવા હવે,
જો નઠારી હોય તો ઝટ ટાળજે મનવા હવે,
ભાગ્યમાં જે હોય તે મળશે કહી બેસાય ના,
સિદ્ધ દ્વારે ખેંચવા બસ દોડજે મનવા હવે,
મીઠડા સપનાં ફળે ના, યત્ન વિણ છે ને ખબર ?
પાડતાં પ્રસ્વેદ બિંદુ, પામજે મનવા હવે,
કલ્પનાના ઘોડલાં દોડાવતાં મળશે સફળતા ?
પામવા ઉડાન ઊંચી, છોડજે મનવા હવે,
ઉર પડી આળસ કણીનો 'શ્રી' કહે નિકાલ કર,
આણવા ગમતાં મુકામો, કોળજે મનવા હવે.
