કલમ અને કાગળનો પ્રેમ
કલમ અને કાગળનો પ્રેમ
લખવા તારા માટે તો કલમ અને કાગળ પણ ખૂટે,
જ્યારે કલ્પનાઓ અને સ્નેહનો મોટો સાગર છૂટે,
આવીને જુએ તો જ ખબર પડે તને આજ
યાદ પણ તો છે માત્ર ને માત્ર તારા જ કાજ !
આમ તો સંબંધમાં ક્યાં લોહીનો પ્રવાહ વહેતો ?
જો ને છતાંય પ્રેમનો પ્રવાહ અવિરત વહેતો !
યાદોની સગાઈ કરી અને લગ્ન કર્યા અધૂરી રહી ગયેલ ઈચ્છાઓ સાથે,
છતાંય અઢળક પ્રેમનો અને હૂંફનો અનુભવ કરાવે તું હર ક્ષણ સાથે,
તારો સાથ ક્યાં મારી પ્રેમિકા કે ક્યાં મારી દુલ્હનનો બન્યો ?
છતાંય તારી સાથેનો આ સાથ સાતે સાત જન્મનો બન્યો,
પ્રેમ પાંગર્યો જ્યારે ખીલ્યું શરમાળ પર્ણોની વચ્ચે પુષ્પ,
બેસી જોઈ રહ્યો જ્યારે લાલ રંગનું અર્પણ કર્યું તે પુષ્પ,
આપણો આ પ્રેમ ક્યાં પ્રેમિકા કે પ્રેમીનો ?
આ પ્રેમ તો પ્રકૃતિ સાથે કલમ અને કાગળનો.

