કલાકાર
કલાકાર
દુનિયાના રંગમંચ પર
આપણે સૌ,
અલગ - અલગ અભિનય
દ્વારા બની જઈએ છીએ
કલાકાર.
ને કલાકારી કરતાં કરતાં
એક દિવસ,
ઊંચકાઈ જાય છે
જીવન નો પડદો.
ને ત્યારે,
પ્રભુ તેની કલાકારી
બતાવીને,
અંતે સાબિત કરે છે કે
હું જ જગતનો
મહાન કલાકાર છું.
