કિંમત
કિંમત
મારી આંખોને પૂછ તારી રાહ જોવાની કિંમત શું છે..
મારા દિલને પૂછ તને બેપનાહ પ્યાર કરવાની કિંમત શું છે...
મારા સાંસોને પૂછ જે હર સાંસ પર તારું જ નામ રટણ કરવાની કિંમત શું છે..
મારી પ્રાર્થનાને પૂછ તને "ના" માંગીને પણ તને જ પ્યાર કરવાની કિંમત શું છે..
મારા કાનને પૂછ જે ફક્ત તારું જ નામ સાંભળવાની જિદ કરવાની કિંમત શું છે..
મારા હોઠને પૂછ જે તારું જ નામ દિવસ રાત જપવાની કિંમત શું છે..
મારા દરેક આંસુને પૂછ જે તારું નામ સાંભળતા જ તને મળવાની તાલાવેલીની કિંમત શું છે..
મારા દિલને જ ફક્ત ખબર છે તારી મારા જીવનમાં કિંમત શું છે.

