કિનારો
કિનારો
પહાડમાંથી નીકળી ને,
કિનારા સાથે સાથે ચાલતી નદી,
સાગરને મળી ગઈ,
એક તરફા પ્રેમમાં
પાગલ કિનારો,
હતો નદીનો દીવાનો,
વેદના થઈ એને,
જાણે હૈયે કોઈએ ખંજર ભોંક્યું,
કિનારા નું હૈયું ચિરાયુ,
વિરહમાં એ ખૂબ રોયો
આઘાતમાં સરતા મે જોયો
કોમામાં એ સરી ગયો,
નદી પણ વિહવળ થઈ ગઈ,
લહેર બની વારંવાર મળવા દોડી ગઈ
લહેરોનો શોર બની કાનમાં કઈક કહેતી ગઈ,
પણ પથ્થરદિલ બની ગયો કિનારો,
ઉદાસ ચહેરે પાછી ફરી ગઈ લહેરો,
લહેરની એટલી ભીનાશ પછી પણ,
કોરો રહી ગયો કિનારો,
કેમ કે છોડી ગયો એનો સહારો.
