કઈ રીતે
કઈ રીતે
કદીક જીવથી વધુ ચાહ્યો ' તો તને,
બેવફાઈ જાણી, નફરત કરુ કઈ રીતે ?
વસાવી તસ્વીર હૃદયે હરપળ નિહાળતી તને,
વિશ્વાસઘાતની ખૂંચતી કણી, કાઢું કઈ રીતે ?
આઠો પ્રહર પૂજ્યો છે તને પ્રેમથી,
સંબંધવિચ્છેદનો પ્રહાર, સહુ કઈ રીતે ?
મેં તો આતમ જોડી હતી તુજ પ્રીતમાં,
જીવંત લાશ બની, હવે જીવું કઈ રીતે ?
આજીવન સંગાથનાં કોલ તું તો ભૂલી ગયો,
આ જીવનની સફર હું એકલી ખેડુ કઈ રીતે ?
