STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

ખુશ થઈ ગયો આજે તારણહાર

ખુશ થઈ ગયો આજે તારણહાર

1 min
261

ધરતીએ ખાધો આજે તૃપ્તિનો ઓડકાર,

આભે સ્નેહ વરસાવ્યો આજે અપાર,


ચારેકોર છવાઈ ગઈ અદ્ભૂત હરિયાળી,

આજે કંસાર સમો મીઠો લાગે સંસાર,


આભલેથી મેઘ વરસ્યો આજે અનરાધાર,

ખુશીઓએ મેઘધનુષ્યનો લીધો આકાર,


આપી દીધી દુનિયાની દુનિયાની તમામ ખુશીઓ,

ખુશ થઈ ગયો જાણે આજે મારા પર દુનિયાનો તારણહાર !


જોને તારી અદ્ભૂત પ્રીત મળી મને આજે,

અને મારું સુંદર મજાનું સપનું થયું આજે સાકાર,


ખાલીખમ હૈયામાં ભરી દીધો તારો સ્નેહ,

સુંદર કરી દીધો મારા જીવનનો આકાર,


ધરતી પર સ્વર્ગ મળી ગયું મને આજે,

જ્યારે તારા હૈયાના દ્વારે મળ્યો મને મીઠો આવકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract