Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance

3  

Nayana Charaniya

Romance

ખુલ્લી કિતાબ

ખુલ્લી કિતાબ

1 min
184


જો વાંચનનો શોખ હોય ને તો વાંચજે, 

મારું જીવન એક ખુલ્લી કિતાબ છે.


જો એકી બેઠકે વાંચવાનું મન થાય ને

તોજ ઉપાડજે આ જીવનનું પુસ્તક ! 


અહીં આજ મારું જીવન વાંચી અધૂરું મૂકી

બીજું પુસ્તક ન લઈશ મારું જીવન પુસ્તક મૂકી   !


અંદરનો પ્રકાશ જો પુસ્તક વાંચતા દેખાય ને

તો આવજે અંદર બાકી બહારથી જ ન જોજે મને 


જો મારા જીવનની કથા વ્યથાના શબ્દો સમજી શકે ને,

તો જ શબ્દની સાથે પ્રેમ સંબંધ રાખજે.


હું એક પ્રકાશિત નવલકથાનું પાત્ર છું

જો મારા પાત્રમાં ખુદનો અહેસાસ કર ને

તોજ વાંચજે આ પુસ્તક ! 


માત્ર અહીં પુસ્તકના પાનાજ નથી

જીવાઈ ગયેલ ક્ષણોનો ખજાનો છે આ જીવન.


મારું જીવન ખુલ્લી કિતાબ છે

જો આંખોથી જ વાંચી શકે તો જરૂર આવજે અંદર.


સ્નેહની સરવાણી વહાવી દઈશ હું

પણ વાંચનનો શોખ રાખજે તું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance