STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

ખુદા મહેરબાન

ખુદા મહેરબાન

1 min
382

તમામે તમામ તારીફ અલ્લાહ માટે છે સદા,

જેમની કૃપા છે અનંત, ને સઘળું કરે છે અતા,

હા એવા છે મારા ખુદા, મારા ખુદા, 


તુજ નામથી શરૂ ને, બસ તુજ નામથી પતન,

રહમત બનીને અવતર્યા કુરાનના કથન,

ને અમત બધીયે તમારી, ને ઉપકાર છે બધા,


ધરતી ને આસમાનના માલિક છે ખુદા,

ને આ જગતની નૈયાના નાવિક છે ખુદા,

સઘળાં વખાણ શોભે છે, તુજ જાતને ખુદા,


તારા સતેજ નૂરથી ચમકે છે ધરા ગગન,

તારા જ નૂર, ને થકી છે વિશ્વનું જતન,

સઘળું થાશે ફનાહ, ને રહી જાશે તુંં સદા,


પથ્થરના કાળજા કોરી ઝરણા તું વહાવે,

તારા જ સર્જનો થકી યા રબ નજર તું આવે,

રગથી અમારી તું ખુદા ક્યારેય નથી જુદા,


"નાના" માટે તુંજ કાફી ઓ તમામ જહાનોના બાદશાહ,

કાદીર ને લાશરીક તું બંને જહાનોના બાદશાહ,

હા એવા મારા ખુદા મહેરબાન, મારા ખુદા મહેરબાન...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy