STORYMIRROR

Dr. Ranjan Joshi

Inspirational Others

4  

Dr. Ranjan Joshi

Inspirational Others

ખોટ

ખોટ

1 min
448

ઈશ્વરના આ સર્જ્યા વિશ્વમાં,

ઈશ્વરની તો ખોટ પડી છે.


માનવ - માનવ વચ્ચે રહેલા,

પ્રેમ તત્વની ખોટ પડી છે.


અસંભવતાના વિશ્વાસોમાં,

સંભવતાની ખોટ પડી છે.


સાચ જૂઠના ભેદ ભૂલાયા,

ખરા સત્યની ખોટ પડી છે.


અવકાશ વિચરતા ચંદ્રયાનમાં,

શીતળતાની ખોટ પડી છે.


મોંઘામૂલા આ જીવતરમાં,

જીવન ચણતરની ખોટ પડી છે.


ભણતર પહોંચ્યા સ્વર્ણ શિખરે,

પણ ગણતરની ખોટ પડી છે.


'રંજ' ગયો સુખ પામ્યા તોયે,

સુખી થવાની ખોટ પડી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational