Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Dhamal

Abstract Inspirational

2  

Devendra Dhamal

Abstract Inspirational

ખમ્મા ઘણી

ખમ્મા ઘણી

1 min
6.7K


આ બલ્બથી આ ચાંદની ભરમાય તો ખમ્માં ઘણી.

આ કાચમાં ચકલી જરા, શરમાય તો ખમ્માં ઘણી.

 

એવું નથી કે જાદુગર ગાયબ બને આ દેશમાં,

જીત્યા પછી નેતા જરા દેખાય તો ખમ્માં ઘણી.

 

આ લોક તો લપટાય, જાહેરાતના આ દૌરમાં,

જો વાત આ એકાદ સાચી થાય તો ખમ્માં ઘણી.

 

લૂંટી રહ્યાં છે લૂંટનારા, આપણે જોયા કરી,

જો કોઇનાથી કાંઇ પણ બોલાય તો ખમ્માં ઘણી.

 

શ્રદ્ધાં બધાની પોષવા, ઈશ્વર અહીં જીવે મરે,

આ લોકના માનસ જરા બદલાય તો ખમ્માં ઘણી.

 

પુંજી ઉપર જીવે ઘણાં, આ દેશની કઠણાઇ છે,

પણ જો 'ધમલ' આ કર્મને પુજાય તો ખમ્માં ઘણી.

 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract