STORYMIRROR

Devendra Dhamal

Romance Inspirational

4  

Devendra Dhamal

Romance Inspirational

હોળી પર્વ

હોળી પર્વ

1 min
1.1K


છે તહેવાર રંગોનો હોળી ધૂળેટી,

તમે દિલથી એને મનાવી તો લેજો.

ઉમંગો હ્રદયમાં છલોછલ ભરીને,

હ્રદયનું આ આંગણ સજાવી તો લેજો.


મનાવી શકો ના જો સંગે ધૂળેટી,

તો અફસોસ મોટો હંમેશા રહેશે,

મને યાદ કરતાં તમારા જ ગાલે,

વતી મારા રંગો લગાવી તો લેજો.


ખુશીનું છે પર્વ, ખુશીથી સ્વીકારી,

હ્રદય રાગ આનંદને હરખે વધાવો,

ચહેરે જરા સ્મિત લાવી હ્રદયથી,

સૌ નફરત ગમોને ભુલાવી તો લેજો.


વસંતો સભર થઇ ગઈ છે જુઓને,

કે આસવ બન્યા છે ફૂલો કૈં નયનમાં,

મહોબ્બતનું પર્વ છે હોળી ધૂળેટી,

'ધમલ' સંગ એને વધાવી તો લેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance