STORYMIRROR

Devendra Dhamal

Romance

3  

Devendra Dhamal

Romance

મહોબ્બત થઈ ગઈ

મહોબ્બત થઈ ગઈ

1 min
14.8K


 

રોજ તમને જોઈ લેવાની જ આદત થઈ ગઈ.
શું કહું હું આપથી મુજને મહોબ્બત થઈ ગઈ.

કામ કંઈ કરવા નથી દેતો ચહેરો આપનો,
દ્રષ્ટિમાં ઘૂમ્યા કરો છો, કેવી હાલત થઈ ગઈ.

આપનું આ સ્મિત મુજને કેટલું ગમતું ભલા,
રોજ સામે આવવાની એટલે લત થઈ ગઈ.

કેટલું કામણ ભર્યું છે, આપની આ આંખમાં,
એ નશો મુજને ચડાવે, એમ ચાહત થઈ ગઈ.

બોલવાનું મન હતું પણ કાંઈ ના બોલી શકયો,
એટલે તો આ ગઝલ મુજ પ્રેમ બાબત થઈ ગઈ.

લાખ ભવ કુરબાન છે બસ, આપના આ પ્રેમ પર,
આપની આંખો 'ધમલ' સાચે જ જન્નત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance