STORYMIRROR

Devendra Dhamal

Romance

2  

Devendra Dhamal

Romance

અદા પણ તમારી

અદા પણ તમારી

1 min
13.9K


નશીલી અસર છે, અદા પણ તમારી

નજરથી ઇલાજો, દવા પણ તમારી.

 

કહે છે બધા પક્ષીઓ કૈં ચમનમાં,

હવા પણ તમારી, ઘટા પણ તમારી.

 

છબી આ તમારી, વસી ગઇ હૃદયમાં,

ખતા કૈં અમારી, ખતા પણ તમારી.

 

હસે છે, રડે છે, રમે છે, રહે છે,

હૃદયમાં મનોહર, છટા પણ તમારી.

 

ગયા કેમ હારી, ખબર કૈં પડી ના,

અજબ જીતવાની કળા પણ તમારી.

 

ખુદા માફ કરજો, પ્રણય કાજ ઉરમાં,

કે બદલી ગઈ છે, જગા પણ તમારી.

 

                    

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance