STORYMIRROR

Devendra Dhamal

Romance

2  

Devendra Dhamal

Romance

ધારો વસંતનો

ધારો વસંતનો

1 min
13.5K


સંબંધમાં મ્હેકી જવું, ધારો વસંતનો.
ફૂલો બની ખીલી જવું, ધારો વસંતનો.

એવું નથી ચડે નશો, કેવળ શરાબનો,
માદક, હવાથી થઇ જવું, ધારો વસંતનો.

કામણ ભરેલાં નેનમાં, ઘોળીને રુપને,
આસવ બનાવી પી જવું, ધારો વસંતનો.

ફૂલો તણાં આ રંગને, જોઇને ગાલ પર,
પાંપણ ઉપર થીજી જવું, ધારો વસંતનો.

મોસમ ગુલાબી પ્રેમની, ઉભરે હ્રદય મહીં,
કૈં મન મૂકી વરસી જવું, ધારો વસંતનો.

એ મોસમી ગઝલ બની, રમતી હ્રદય મહીં,
દિલને 'ધમલ' સ્પર્શી જવું, ધારો વસંતનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance