STORYMIRROR

Devendra Dhamal

Romance

2  

Devendra Dhamal

Romance

હું પ્રેમ કરુ છું રાધા

હું પ્રેમ કરુ છું રાધા

1 min
3K


હું પ્રેમ કરું છું રાધા, હું પ્રેમ કરું છું રાધા, હું પ્રેમ રાધા.

પ્રેમ ભરેલું આ દિલ મારું ભેટ ધરું છું રાધા.     

હું પ્રેમ કરું છું રાધા...

 

દૃષ્ટિમાં ઘુમરાયા કરવું, રાત પડે કે જાણે મરવું,

કોણ કહે કે સાચી રીતે, બહુ બળું હું તારી પ્રીતે,

પ્રેમનગરમાં તારા નામે તોયે ફરું છું રાધા.   

હું પ્રેમ કરું છું રાધા...

 

જાલીમ આ તારી નજર છે, જોને કેવી આ અસર છે,

નજર હટે નહીં તુજથી મારી, તારી અદા તો છે કટારી,

તારી આંખના નજર પ્રહારે રોજ મરું છું રાધા.              

હું પ્રેમ કરું છું રાધા...

 

હોયે જવાની પ્રેમ કરવા, પ્રેમના નામે જીવવા મરવા,

'ધમલ' ઊભો છે તારા દ્વારે, જીવીશ હું તારા ઇકરારે,

જાણું છું હું તારી હા છે, તોયે ડરું છું રાધા.       

હું પ્રેમ કરું છું રાધા...

 

 

 

                                              


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance