STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

ખિસકોલી

ખિસકોલી

1 min
301

ઝાડની ડાળ-ડાળ

જાણે ખિસકોલીના

અવનવા રસ્તા !


ખિસકોલીના

પટ્ટાવાળા પારદર્શક

શરીરમાં અટવાયા

શ્રીરામ !


ખિસકોલીથી

સમય

કંટાળતો નહિ હોય !

તે બોલવાનું

બંધ જ

નથી કરતી !


શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં

અટવાયેલો

ખિસકોલી જેવો

આપણો જીવ,

નક્કી નથી કરી શકતો

કે

મરેલી ખિસકોલી પાછળ

શેનું દાન કરવું ?

સોનાનું કે ચાંદીનું ?

કે પછી

આવી કવિતાનું……?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy