STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

ખીલતુ યૌવન

ખીલતુ યૌવન

1 min
581

 વર્ષાના ટીપાં વરસે,

'ને વાલા તુ મને સાંભરે,

યાદે તારી રંગાવું તો,

આંખો શ્રવણ વરસે.


વાદળનો ગડગડાટ,

વીજળીનો ચમકાર,

મેઘ ધરતીનું મિલન જોઈ,

યુવાન હૈયા મિલન કાજે તરસે.


તને મન મુકી વરસતો જોઈ મેહુલા,

યૌવનનો ઉંબરો રોમ રોમે ખીલી ઉઠે,

માટીની મહેક ચોતરફ ફેલાય,

આજ ધરતી-મેઘનો મેળાપ થાય.


લીલા પાનેતરે શણગાર સજી,

તેનો વરસ વિરહ આજે પૂરો થાય.

વર્ષા બિંદુ તનને ટાઢક આપે,

તારા પ્રેમની વર્ષા સાથ ઝંખતા યુવાન હૈયાને.


જયારે આભે કડાકા થાય,

લફ્જની કલમમાં જાન પુરાય.

વાદળનું ગરજવું દિલને ઘબરાવે,

સાથ તારો હોય તો ડર શાનો હોય.


યાદ તમારી આવે વાલા,

આંખ અમારી ભિંજાઈ જાય.

 વર્ષાના ટીપાં વરસે,

'ને વાલા તુ મને સાંભરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance