STORYMIRROR

Nayana Viradiya

Inspirational Children

3  

Nayana Viradiya

Inspirational Children

કહી દો

કહી દો

1 min
130

ઓલ્યા મસ્ત મોબાઈલને કહી દો...

હવે ભણવાને તારે સંગ નહીં આવું,


હું તો દફતર મારું ખભે ચડાવું

પગમાં બુટ ને મોજાં સજાવું,


ઓલ્યા ટહુકતા ટી.વી ને કહી દો..

હવે રમવાને તારી સંગ નહીં આવું,


સુંદર યુનિફોર્મથી હું હરખાવ

દોસ્તોને મળવા ઝટપટ જાવ,


ઓલ્યા ઘરના કમપ્યુટર ને કહી દો..

હવે મળવાને ને તારી સંગ નહીં આવું,


નિશાળે ભણશું, આનંદ કરશું

રમતો રમીશું ને દોસ્તો સંગ ભમીશું,


ઓલ્યા ઘર મારા ને કહી દો...

હવે તારી સંગ આખો દિવસ નહીં વિતાવું,


ટીચર ને મળશું ને ડાહ્યા થઈ ભણવું

કરીશું ભવિષ્ય ઉજ્જવળ અમારું,


ઓલ્યા કોરોનાને કહી દો...

હવે તારી સંગ લડવાને આવશું

હવે તને ખતમ કરવાને આવશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational