STORYMIRROR

Karan Mistry

Inspirational Others

3  

Karan Mistry

Inspirational Others

કહેવા ન પડે

કહેવા ન પડે

1 min
804


દર્દ રહી જાય છે અધૂરા જો એ સહેવા ન પડે,

વહેતુ વહી જવા દો તો કોઈ ને પારકા કહેવા ન પડે.


હાલ બેહાલ તો હોય ભાઈ જેમ રાત-દિવસ થાય,

જો બધું ચાલે સરખું તો ભગવાનને ભગવાન કહેવા ન પડે.


એક અમથું તો આયખુંને શુ કામ આટલી ચિંતા,

કરને કૈક એવું કે સમાચાર આપણા કોઈને કહેવા ન પડે.


સુખ અને દુઃખ કરે છે માત્ર અહીં કામ પોતપોતાનું,

જાતમાં પરોવ જાતને જેથી શાગિર્દ કોઈને કહેવા ન પડે.


આગળ જે કાઈ પણ થવાનું એ તો અણધાર્યું જ થવાનું,

જીવી લે ને જ મળ્યું પછી મનનાં ઓરતા કોઈને કેહવા ન પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational