કહેર
કહેર
મજા આવી તમને આ કહેર જોઈને
દર્દ ખમતી ધરા પર લોકોને ઢળતા જોઈ,
પ્રદુષણથી ભરેલા શહેરોના
લોકોને ભાગતા જોઈ,
ક્યાં છે એ જેને ગામડું ના ગમતું
કેમ રે દોડ્યા હવે પાછા,
વર્ષોથી તો શું રળયા કે
છેવટે ગામડે દોડી આવ્યા,
આ કહેર જોઈ કેમ રે
દોડ્યા ઊંધા,
મજા આવી તમને આ કહેર જોઈને
દર્દ ખમતી ધરા પર લોકોને ઢળતા જોઈ.