STORYMIRROR

Rajesh Hingu

Drama

3  

Rajesh Hingu

Drama

ખેલ

ખેલ

1 min
467


એકબીજાને બરાબર આપણે સમજેલ છે,

તો પછી કાં આપણું ગાડું હજી અટકેલ છે!


ખેલજો ઝિંદાદિલીથી, પણ જરા સંભાળજો,

પ્રેમ નામે લાગણીનો આ ભયંકર ખેલ છે.


'હું' ને 'તું' સાથે હતા પણ 'આપણે' ના થઈ શક્યા,

ક્યાંક તો નક્કી હજી આ 'હું પણું' ચિટકેલ છે.


માંગ ચપટીની કરો, આપું હું ખોબો 'મોજ'થી,

કો' મને પાગલ કહે, કોઈ કહે ચસ્કેલ છે.


લાગણીઓ શેર રૂપે ઢાળવા બસ યત્ન છે,

ને તમે સમજી રહ્યાં કે આ કવિ કાબેલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama