કહે પ્રભુ તું
કહે પ્રભુ તું
રંગબેરંગી ફૂલો જોઇ મન મારું મલકાય,
કહે પ્રભુ તું કઇ રીતે રંગો પૂરી જાય !
આભલામાં રાતે તારા ટમટમ ટમટમ થાય,
વચ્ચે ઉભો ચાંદલીયો નાનો મોટો થાય,
અમાસની રાતે ક્યાં એને લઇ જાય.
કહે પ્રભુ તું...
ફરફર ફોરાં પડે ત્યાં કૂંપળ ફૂટી જાય,
રતુંમડી ધરતી લીલી થઈ લહેરાય,
કહે પ્રભુ તું ક્યારે આવી બીજ રોપી જાય.
કહે પ્રભુ તું...
શોધી વળ્યો ખૂણે ખૂણો ક્યાંય ના દેખાય,
મનની અંદર જોયું તો મહી બેઠો મલકાય,
અજબ જાદુગર ઇશ તું છેને ના દેખાય.
કહે પ્રભુ તું...
