STORYMIRROR

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

2  

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

ગઝલ/શિવમ રાજપુત

ગઝલ/શિવમ રાજપુત

1 min
2.8K


ઘણીવાર એકાંત એવું મળી જાય,

ને મારાપણું પણ પછી ઓગળી જાય.

 

કદમ એના જે મારગે જાય એ માર્ગ,

ભલે સાવ સીધો હો, તો પણ વળી જાય.

 

અરીસાની આંખોમાં આંખો ધરીને,

ખબર નહિ, મને કોણ મુજથી છળી જાય.

 

મહોબતનો દસ્તૂર કાયમ રહ્યો છે,

પતંગા દીપક પર હમેશાં બળી જાય.

 

મને દોસ્ત એવાં મળ્યા છે શિવમ અહીં,

હૃદયનાં બધા ભાવ એમ જ કળી જાય.

 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy