STORYMIRROR

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

2  

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

ભરમની ભેંસને બાંધી ગયું કોઈ!

ભરમની ભેંસને બાંધી ગયું કોઈ!

1 min
13.5K


ભરમની ભેંસને બાંધી ગયું કોઈ,

ઉપાધી આવડી આપી ગયું કોઈ!

 

નયનમાં સ્વપ્ન વાદળ થઇ વરસતું'તું,

બરફ ઇચ્છા હતી ગાળી ગયું કોઈ!

 

અમારા મૌનનું અખબાર ચાલે છે,

શબદ સઘળા લઇ ચાલી ગયું કોઈ!

 

હયાતીમાં હવે હોવાપણું પણ ક્યાં?

અહમને એમ ઓગાળી ગયું કોઇ!

 

અમે તો વાત છેડી'તી શિવમનીને,

ગઝલના દેશથી આવી ગયું કોઈ!

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy