STORYMIRROR

Shivaji Rajput Shivam Vavechi

Children Inspirational

3  

Shivaji Rajput Shivam Vavechi

Children Inspirational

બાળુંડાં હો બાળુંડાં હો !

બાળુંડાં હો બાળુંડાં હો !

1 min
20.4K


બાળુંડાં હો બાળુંડાં હો (૨)

શાળા-વાડીમાં ખીલતાં હો ફૂલડાં !

બાળુંડાં હો બાળુંડાં હો.


ખિલખિલાટ કરતાં,

ને કલબલાટ કરતાં,

મીઠું-મીઠું મલકતાં હો બાળુંડાં!

બાળુંડાં હો બાળુંડાં.


સરસ મજાના સ્વચ્છ થઈને આવતાં,

પ્રાર્થનામાં તો સૌ મગ્ન થઈ મહાલતાં,

વર્ગમાં વ્હાલથી ભણતાં હો બાળુંડાં!

બાળુંડાં હો બાળુંડાં.(૨)


સોનેરી સપનાં આંખોમાં આંજી,

કુદરત પણ થાય છે જોઈને રાજી,

સૌની આંખોને ઠારતાં હો બાળુંડાં.

બાળુંડાં હો બાળુંડાં. (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Children